બાગાયત પોલિટેકનીક, જૂનાગઢ દ્વારા પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનની કામગીરી કરવામાં આવેલ.
રાષ્ટ્રીય સેવા યોજના હેઠળ બાગાયત પોલિટેકનીક, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢનાં વિદ્યાર્થીઓ દ્વારાભારત સરકારની યોજના “પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન”ને સફળ બનાવવા માટે જૂનાગઢ મહાનગર પાલિકાનાં માન. કમિશ્નર સાહેબ શ્રી. તેજસ પરમાર અને જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢના માન. કુલપતિશ્રી, ડૉ. વી. પી. ચોવટીયા સાહેબના પ્રેરક માર્ગદર્શન હેઠળ આજ તારીખ ૩૦.૦૮.૨૦૨૫ નાં રોજ ટીબી માટે સંવેદલશીલ વિસ્તાર એવા હાઉસિંગ બોર્ડ સોસાયટી, જૂનાગઢ ખાતે શહેરી ક્ષય અધિકારી, ડૉ. સ્વયમપ્રકાશ પાંડે સાહેબ તેમજ તેમની કચેરીના સ્ટાફનાં ટેકનીકલ માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા ડોર ટૂ ડોર ટીબી વિષે જાગૃતતા અને ટીબીનાં દર્દીનું સ્ક્રીનીંગ કરવા માટે પ્રશ્નોતરી કરીને કુલ ૨૯૬ કુટુંબોની રૂબરૂ મુલાકાત કરેલ અને તેમાંથી લગભગ ૩૭ જેટલા દર્દીઓ સસ્પેક્ટેડ જણાયેલ છે. આમ ભારત સરકારના “પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત આભિયાન”ને જનભાગીદારી થી ટીબી મુક્ત ભારતના હેતુને સિદ્ધ કરવા એક પહેલ કરી હતી. આ અભિયાનમાં બાગાયત પોલિટેકનીક, જૂનાગઢના આચાર્ય, ડૉ. એચ. એલ. કાચા,રાષ્ટ્રીય સેવા યોજનાનાં પ્રોગ્રામ ઓફીસર કું. એન. વી. સાવલિયા, મદદનીશ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રી, ડૉ. પી. એસ. શર્મા,શ્રીમતિ. એન. વી. નકુમ અને શ્રી. એ. બી. દલ તેમજ કોલેજના રાષ્ટ્રિય સેવા યોજનાના કુલ ૪૨ સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લઇ સરહાનીય કામગીરી બજાવેલ હતી.