જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે તા.૨૫/૦૮/૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય કેડેટ કોપ યુનિટ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ અને ૮ ગુજરાત બટાલિયન, એન.સી.સી., જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે તા.૨૫/૦૮/૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય કેડેટ કોપ યુનિટ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ અને ૮ ગુજરાત બટાલિયન, એન.સી.સી., જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ સદરહું કેમ્પનું ઉદ્ઘાટન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટીયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું. આ કેમ્પમાં સંશોધન નિયામકશ્રી, ડો. એ. જી. પાનસુરીયા, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડો. એન. બી. જાદવ, નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓ, ડો. આર. એમ. સોલંકી, કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય અને ડીનશ્રી, ડો. પી. ડી. કુમાવત, સુબેદાર મેજર શ્રી બલવંતસિંઘ તેમજ ૮ ગુજરાત બટાલિયન, એન.સી.સી., જૂનાગઢનાં આર્મીના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં કૃષિ મહાવિદ્યાલય અને બહાઉદ્દીન કોલેજના એન.સી.સી. કેડેટ, આર્મીના જવાનો, કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ/કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ૪૧ યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવેલ હતું.