તા:૦૧/૦૯/૨૦૨૫ નાં રોજ કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ અને મોરબીના વિદ્યાર્થીઓનો દીક્ષારંભ કાર્યક્રમ યોજાયેલ.
કૃષિ મહાવિદ્યાલય,જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ અને કૃષિ મહાવિદ્યાલય, મોરબીના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓનોનવી શિક્ષણ નીતિ-૨૦૨૦ મુજબ "દીક્ષારંભ કાર્યક્રમ" ઉદ્ઘાટન તા:૦૧/૦૯/૨૦૨૫ નાં રોજ માન. કુલપતિશ્રી ડો. વી.પી. ચોવટિયા, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા કરવામાં આવેલ. તેઓએ પ્રથમ સેમેસ્ટર, બી.એસસી. (ઓનર્સ) એગ્રી.માં પ્રવેશ મેળવેલ દરેક વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવેલ કે કૃષિ અભ્યાસક્રમોમાં સારી કારકિર્દીની ઘણી બધી તકો છે. રાવે અને ઈએલપી જેવા એગ્રીના અભ્યાસ દ્વારા એગ્રી એન્ટરપ્રિન્યોરશિપનો વિદ્યાર્થીઓમાં વિકાસ થાય છે. વેસ્ટર્નસીડની યુનિવર્સિટી, ઓસ્ટ્રેલિયા સાથે ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામમાં જોડાઈને પણ દેશ વિદેશમાં ભણવાની તકનો લાભ લઈ શકે છે. વિદ્યાર્થીઓને તેમની દરેક કુશળતામાં નેશનલ લેવલ સુધી પહોચાડવામાં યુનિવર્સીટી તેમની સાથે રહી મદદ કરશે તેમજ યુનિવર્સીટીમાં શિસ્ત જાળવણી અને શિક્ષણના મહત્વ સાથે સાથે આશ્વાસન આપેલ કે કુટુંબના સભ્યની માફક તમામ યુનિવર્સિટી સ્ટાફ તેમજ રેકટર વિદ્યાર્થીઓ સાથે છે.
સંશોધન નિયામકશ્રી ડો. એ. જી. પાનસુરીયાએ જણાવેલ કે કૃષિમાં દરેક વિદ્યાર્થીઓ વચ્ચે પારિવારિક કૌટુમ્બીક ભાવના કેમ વધે તે વિષેનાં જ્ઞાનનો વિકાસ થાય છે. ડિગ્રી મેળવ્યા બાદ વૈજ્ઞાનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે આહવાન કરેલ. આ કાર્યક્રમમાં વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એન.બી. જાદવએ દરેક વિદ્યાર્થીઓને વિસ્તરણ કેન્દ્રો તેમજ જુદા જુદા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કાર્ય વિશે માહિતગાર કર્યા હતા. વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા નીખારવા માટેના સૂચન પણ સાથે સાથે કરેલ હતા. યુનીવર્સીટીના કુલસચિવશ્રી ડો.વાય.એચ. ઘેલાણીએ વિદ્યાર્થીઓને શિક્ષણ બાબતે માહિતગાર કરતા જણાવેલ કે આ કૃષિ મહાવિદ્યાલય,જુનાગઢની સ્થાપના ૧૯૬૦ માં થઈ હતી અને હાલ પીએચડી સુધીનું કવોલેટી એજ્યુકેશન વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.
નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ ડો. આર.એમ. સોલંકીએ વિદ્યાર્થીઓને જુદી-જુદી પ્રવૃત્તિઓ, એન.સી.સી. તેમજ એન.એસ.એસ. બાબતે માહિતી આપી વિદ્યાર્થીને દરેક કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લેવા જણાવેલ.
આ કાર્યક્રમમાં ડો. પી. ડી. કુમાવત. આચાર્ય અને ડીનશ્રી, કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢએ કાર્યક્રમની શરૂઆતમાં દરેક યુનિવર્સિટી અધિકારીશ્રીઓ, જુદા-જુદા વિભાગીય વડાશ્રીઓ, શિક્ષકશ્રીઓ, નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ તેમજ તેમની સાથે ઉપસ્થિત રહેલ વાલીશ્રીઓને આ કાર્યક્રમમાં આવકાર્યા હતા અને નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં તમામ પ્રાધ્યાપક અને વડાશ્રીઓ, પ્રથમ સેમેસ્ટરના વિષય શિક્ષકશ્રીઓ અને કૃષિ મહાવિદ્યાલયના મદદનીશ પ્રાધ્યાપક ડો. બી.એચ. તાવેથીયા તેમજ શિક્ષણ શાખાના સ્ટાફગણ પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ડો. એમ. એચ. સાપોવાડીયા, સહ. પ્રાધ્યાપક અને એકેડમીક ઇન્ચાર્જશ્રીએ દરેક હાજર અધિકારીશ્રીઓ તેમજ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરેલ.