Campus Map
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી દ્વારા ૨૮ મી ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ કૃષિ મેળો -૨૦૨૫ “આધુનિક ખેતી પદ્ધતિનું પ્રદર્શન” નું આયોજન કરવામાં આવ્યું.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,અમરેલી દ્વારા ૨૮ મી ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ કૃષિ મેળો -૨૦૨૫ “આધુનિક ખેતી પદ્ધતિનું પ્રદર્શન” નુંઆયોજન કરવામાં આવ્યું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,અમરેલી દ્વારા ચાલતા સ્પેશિયલ કોટન પ્રોજેકટ અંતર્ગત આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પેશિયલ કોટન પ્રોજેકટ ખેડૂતોને સાકડે ગાળે વાવેતર માટે પ્રોત્સાહિત કરવા માટે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ,નાગપુરના સહયોગ થી ચલાવવામાં આવે છે. માનનીય સાસંદ શ્રી અને માનનીય કુલપતિશ્રી દ્વારા કાર્યક્રમની શરૂવાતમાં કૃષિ સ્ટોલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કૃષિ મેળાના અધ્યક્ષ તથા અમરેલી જિલ્લાના માનનીય સાસંદ શ્રી ભરતભાઈ સુતરીયા સાહેબે ખેડૂત મિત્રોને નવીન ખેતી પદ્ધતિઓનું ઉપયોગમાં લેવા આવહન કર્યું હતું. મુખ્ય અતિથી વિશેષ તથા જુનાગઢ કૃષિ યુનિવર્સિટી,જુનાગઢના માનનીય કુલપતિશ્રી,ડો. વી. પી. ચોવટીયા સાહેબ,ઉપસ્થિત રહી ખેડૂત મિત્રોને કપાસમાં સાંકડે ગાળે વાવેતર પદ્ધતિ અને કૃષિ યુનિવર્સિટી દ્વારા કપાસમાં થયેલ સંશોધન વિષે માહિત આપી હતી. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી,જુ. કુ. યુ.,જૂનાગઢના ડો. એન. બી. જાદવ સાહેબ પણ ઉપસ્થિત રહી ખેડૂત મિત્રોને માર્ગદર્શિત કર્યા હતા. સહ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી,જુ. કુ. યુ.,જૂનાગઢના ડો. એચ. સી. છોડવાડિયા સાહેબે પણ હાજરી આપી હતી. એક હજાર જેટલા ખેડૂત ભાઈઓ અને બહેનોએ આ મેળાનો લાભ લીધો હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,અમરેલીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો મીનાક્ષી બારિયા તથા તમામ સ્ટાફ દ્વારા આ આયોજનની જેહમત ઉપાડવામાં આવી હતી. વધુ માં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જે. કે. કાનાણી,પ્રોજેકટ ડાયરેક્ટર આત્મા,અમરેલી શ્રી એમ. જેડ. જીડ તથા ડો. એસ. પી. દેશમુખ ,પ્રિન્સિપાલ ,પ્રકૃતિક કૃષિ મહા વિધયાલય,ગુજરાત નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટી,અમરેલી ,ડો.એ. એસ. દૂધાત ,પ્રિન્સિપાલ ,કૃષિ મહા વિધયાલય,જુ. કુ. યુ.,અમરેલી અને ડો વી. એન. ગોહિલ ,સંશોધન વૈજ્ઞાનિક,કૃષિ સંશોધન કેન્દ્ર ,અમરેલી પણ હાજર રહ્યા હતા.