કૃષિ મહાવિધાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જુનાગઢ દ્રારા તા. ૭/૩/ર૦ર૪ ના રોજ સ્વ.શ્રી કાંતિભાઈ ઠાકર સ્મૃતિ નિધી મેમોરીયલ અંતર્ગત ''જૂનાગઢનો સ્વાતંત્રય સંગ્રામ'' વિષય પર એક વ્યાખ્યાન યોજાયેલ.
કૃષિ મહાવિધાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જુનાગઢ દ્રારા તા. ૭/૩/ર૦ર૪ ના રોજસ્વ.શ્રી કાંતિભાઈ ઠાકર સ્મૃતિ નિધી મેમોરીયલ અંતર્ગત ''જૂનાગઢનો સ્વાતંત્રય સંગ્રામ'' વિષય પર એક વ્યાખ્યાન યોજાયેલ. આ કાર્યક્રમમાં બી.એસ.સી. (એગ્રી.) ના આઠમાં સત્રમા અભ્યાસ કરતા ૧પ૦ જેટલા વિદ્યાર્થીઓે હાજર રહેલ. કાર્યક્રમમમાં જૂનાગઢના ઈતિહાસકાર અને સુભાષ મહિલા કોલેજ, જૂનાગના પ્રોફેસર ડો. પદયુમનસિંહ ખાચર દવારા મેડીકલ, ઈજનેરી, કૃષિ,વકીલાત વિગેરે ક્ષોત્રોના વિદ્યાર્થીઓ માટે ઈતિહાસની જાણકારી પણ ખુબજ ઉપયોગી છે તેવુ જણાવેલ. તેમણે સૈારાષ્ટ્ર અને જુનાગઢનો -Vyaઈતિહાસ તથા ''જૂનાગઢનો સ્વાતંત્રય સંગ્રામ'' વિષય પર વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપેલ.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડો. આર. બી. માદરીયા, સંશોધન નિયામકશ્રી અને પી.જી. ડીનશ્રી હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરેલ અને તેમના દવારા આજના સમયમાં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે ઈતિહાસની જાણકારી હોવી પણ ખુબજ જરૂરી છે તેમ જણાવેલ. તેમજ ડો. આર.એમ.સોંલકી, નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ પણ હાજર રહી તેમને પણ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં ઈતિહાસનો પણ મોટો ફાળો રહેલ છે તેમ જણાવેલ. આ કાર્યક્રમમાં ડો. પી.ડી. કુમાવત, આચાર્ય અને ડીનશ્રી કૃષિ મહાવિધાલય, જુનાગઢ, ડો. બી.એચ.તાવેથીયા, તાંત્રિક મદદનીશ, ડો. એચ. એમ. સાપોવડીયા, મદદનીશ પ્રાધ્યાપક અને શ્રી એ.એસ. ઠકકર, મદદનીશ વહીવટી અધિકારીશ્રી, કૃ.મ.વિ., જુનાગઢ તેમજ કૃષિ મહાવિદ્યાલયના જુદા જુદા વિભાગના વડાશ્રીઓ પણ હાજર રહેલ હતા.