૧૮ થી ૨૦ ડિસેમ્બર, ૨૦૨૩ દરમિયાન રાજસ્થાન કૃષિ સંશોધન સંસ્થા, જયપુર ખાતે આયોજિત આંતર રાષ્ટ્રીય વિસ્તરણ શિક્ષણ સેમીનારમાં કૃષિ વિસ્તરણ શિક્ષણના એક નિયામક અને બે પ્રોફેસરોએ જુદા જુદા એવોર્ડ પ્રાપ્ત કરેલ.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી માટે એક નોંધપાત્ર સિદ્ધિમાં, ૧૮ થી ૨૦ ડિસેમ્બર, ૨૦૨૩ દરમિયાન રાજસ્થાન કૃષિ સંશોધન સંસ્થા, જયપુર ખાતે આયોજિત આંતર રાષ્ટ્રીય વિસ્તરણ શિક્ષણ સેમીનારમાં કૃષિ વિસ્તરણ શિક્ષણના એક નિયામક અને બે પ્રોફેસરોએ જુદા જુદા એવોર્ડ પ્રાપ્ત કરેલ.
આંતરરાષ્ટ્રીય સેમીનાર "સમુદાય આધારિત સંસ્થા લક્ષી વિસ્તરણ વ્યૂહરચનાઓ દ્વારા ગ્રામીણ પરિવર્તન અને ટકાઉ કૃષિ-ખાદ્ય પ્રણાલી" પર યોજાઈ હતી.
વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એન.બી. જાદવને અધ્યાપન, વિસ્તરણ અને ઉત્કૃષ્ટ સંશોધન કાર્યમાં યોગદાન બદલ "SEE ફેલો એવોર્ડ" એનાયત કરવામાં આવ્યો હતો. ડૉ. મિનાક્ષી બારિયા, સહ પ્રોફેસર અને ડૉ. જે.વી. ચોવટિયા, મદદનીશ પ્રાધ્યાપક ને શિક્ષણ અને વિસ્તરણમાં તેમના યોગદાન બદલ અનુક્રમે "શ્રેષ્ઠ વિસ્તરણ વૈજ્ઞાનિક પુરસ્કાર" અને "યંગ સાયન્ટિસ્ટ પુરસ્કાર" પ્રાપ્ત થયા.
ડો. જાદવ હાલમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વિસ્તરણ શિક્ષણ નિયામક તરીકે ફરજ બજાવે છે,તેમની પાસેશિક્ષણ,સંશોધન અને વિસ્તરણનો સોળ વર્ષનો અનુભવ છે તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત જર્નલમાં પચાસથી વધુ સંશોધન પત્રો પ્રકાશિત કર્યા છે અને દસ માસ્ટર ડિગ્રી વિદ્યાર્થીઓ અને ત્રણ ડોક્ટરલ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે. ડો. મિનાક્ષી બારીયા, ૧૬ વર્ષથી વધુ અધ્યાપન, વિસ્તરણ અને સંશોધન અનુભવ સાથે,અનુસ્નાતક વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક માર્ગદર્શન આપે છે. તેવી જ રીતે ડૉ. જે.વી. ચોવટિયા,જૂનાગઢની કૃષિ કોલેજમાં છેલ્લા સાત વર્ષથી સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે.
આદરણીય ડો.વી.પી. ચોવટિયા, માન. કુલપતિશ્રી અને ડૉ. આર.બી. માદરિયા, સંશોધન નિયામકશ્રી અને અનુસ્નાતક વિદ્યાશાખાધ્યક્ષ એ તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ અભિનંદન પાઠવ્યા.