કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂકૃયુ, જૂનાગઢ દ્વારા ગાજરઘાસ જાગૃતિ અંતર્ગત એક વ્યાખ્યાનનું આયોજન.
દેશભરમાં ગાજરઘાસના નિયંત્રણ માટે દર વર્ષે ઓગષ્ટ માસ દરમિયાન ગાજરઘાસ જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે આયોજીત ૧૮ માં ગાજરઘાસ જાગૃતિ સપ્તાહની ઉજવણી હેઠળ કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જુકૃયું, જૂનાગઢમાં તા.૨૧-૦૮-૨૦૨૩ ના રોજ આયોજિત કાર્યક્રમમાં ડો.પી.ડી.કુમાવત, પ્રાધ્યાપક અને વડા દ્વારા હાજર રહેલ સર્વેનું સ્વાગત કરેલ. આ કાર્યક્રમ અંતર્ગત “બાયોલોજી એન્ડ કંટ્રોલ ઓફ પાર્થેનીયમ” વિષય પર ડો. આર. કે. માથુકીયા, રીટાયર્ડ, પ્રાધ્યાપક અને વડા, કૃષિ વિજ્ઞાન વિભાગ, જુકૃયું, જૂનાગઢ દ્વારા એક વ્યાખ્યાન આપવામાં આવેલ. જે અંતર્ગત ગાજરઘાસ થી પાક, મનુષ્યો અને પશુઓમાં થતા નુકસાન તેમજ આ ઘાસનું ભોતિક,રાસાયણિક, જૈવિક તેમજ અન્ય વિધિઓથી નિયંત્રણ કરવા માટેની વિસ્તૃત ઉપયોગી માહિતી આપવામાં આવેલ. ડો. માથુકીયાએ જણાવ્યું કે સંકલિત નિંદણ નિયંત્રણ પધ્ધતિથી ગાજરઘાસનું સારી રીતે નિયંત્રણ કરી શકાય છે. આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન વિભાગ તેમજ જમીન વિજ્ઞાન અને કૃષિ રસાયણશાસ્ત્ર વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જુકૃયું, જૂનાગઢના અધિકારીશ્રી/ કર્મચારીશ્રીઓ તેમજ પી.જી. વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહેલ. આ કાર્યક્રમના અંતે ગાજરઘાસ ઉપર પ્રશ્નોતરી કાર્યક્રમ પણ રાખવામાં આવેલ જેમાં ગાજરઘાસ ને લગતી જાણકારી ઉડાણપૂર્વક મળેલ. અંતે ડો. પી. કે. ચોવટીયા, સહ પ્રાધ્યાપક દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવેલ.