પશુચિકિત્સા અને પશુપાલન મહાવિધાલય, જુ.કૃ.યુ., જુનાગઢ, ના રાષ્ટ્રીય સેવા યુનિટ દ્વારા તા. 20-02-2020 ના રોજ આચાર્ય અને ડીનશ્રીની, અધ્યક્ષતામાં "માતૃ ભાષા દિવસ" ની ઉજવણી કરવામાં આવેલ.
પશુચિકિત્સા અને પશુપાલન મહાવિધાલય, જુ.કૃ.યુ., જુનાગઢ, ના રાષ્ટ્રીય સેવા યુનિટ દ્વારા તા.૨૦/૦૨/૨૦૨૦ ના રોજ આચાર્ય અને ડીનશ્રીની, અધ્યક્ષતામાં "માતૃ ભાષા દિવસ" ની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત અત્રેની કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થી જય જોષી દ્વારા મનુભાઈ ગઢવી દ્વારા રચિત ભજન હંસલા હાલો રે હવે મોતીડા નહીં રે મળે.. ગાઈ ને કરવામાં આવી. આ કાર્યક્રમમાં વેટરનરી કોલેજના મદદનીશ પ્રાધ્યાપક અને એસ.આર.સી. ચેરમેન ડૉ.આર.જે. પાડોદરા દ્વારા "ગુજરાતી ભાષાનો ઈતિહાસ" વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું. અત્રેની કોલેજના ડૉ.પી.એચ.ટાંક, આચાર્ય અને ડીનશ્રીએ "માતૃભાષાનું મનુષ્ય જીવનમાં મહત્વ" વિષય પર વિદ્યાર્થી તથા સ્ટાફ મિત્રોને માર્ગદર્શન પૂરું પાડતું વ્યાખ્યાન આપ્યું હતું.ઉપરોક્ત કાર્યક્રમ દરમિયાન વેટરનરી કોલેજના સેમીનાર હોલની બહાર ગુજરાતી ભાષામાં જુદા-જુદા લેખકો દ્વારા લખેલ અંદાજીત કુલ ૧૫૦ જેટલા પુસ્તકોનું પ્રદર્શન વેટરનરી કોલેજના લાઈબ્રેરી વિભાગ દ્વારા ગોઠવવામાં આવ્યું હતું. જેનો બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લુપ્ત ઉઠાવ્યો હતો. આ કાર્યક્રમમાં અત્રેની કોલેજના સ્ટાફ મિત્રો તથા કુલ ૧૩૩ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સ્વાગત વિધિ અને સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ. રૂપેશ જે. રાવલ, એન. એસ. એસ. ઓફીસર દ્વારા કરવામાં આવ્યું હતું તથા સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ધરશંડિયા શીવમ દ્વારા અને કાર્યક્રમને અંતે હાજર રહેલ મહેમાનો અને વિદ્યાર્થીઓની આભારવિધિ કોલેજના જનરલ સેક્રેટરી યશ વઘાસીયા દ્વારા કરવામાં આવી હતી.