Tenders

Accounts

MOUs

Visitors Counter

33873002

“સેન્ટર ઓફ એક્સેલેન્સ ઓન સોઇલ એન્ડ વોટર મેનેજમેન્ટ” દ્વારા બલિયાવડ ગામે જળ વ્યવસ્થાપન જાગૃતિ શિબિરનું થયેલ આયોજન

   “સેન્ટર ઓફ એક્સેલેન્સ ઓન સોઇલ એન્ડ વોટર મેનેજમેન્ટ” યોજના હેઠળ ખેતીમાં અસરકારક જળ વ્યવસ્થાપન કરવા માટે જુદી જુદી પધ્ધતિઓ દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ કરવો, ભૂગર્ભજળ રીચાર્જ કરી માઇક્રો ઇરિગેશન સિસ્ટમ્સનો ઉપયોગ કરીને પાણીના ઉપયોગની કાર્યક્ષમતા વધારવા અને પાક ઉત્પાદકતા વધારવા બાબતેના સંશોધનો કરવામાં આવે છે. અને તેના થકી ખેડૂત ઉપયોગી ભલામણો કરી તેને તાલીમના માધ્યમથી ખેડૂતોને માહિતગાર કરવામાં આવે છે અને ખેડૂતો આ વિકસાવેલ ટેકનોલોજીઓનો અમલ પોતાની ખેતીમાં કરે તેવા પ્રયાસો કરવામાં આવે છે.
   ગત વર્ષે અપૂરતા અને અનિયમિત વરસાદને કારણે, પિયત પાણીની સમસ્યાઓ ઉપસ્થિત થવાની સંભાવના હોય, જળ વ્યવસ્થાપન કરવું ખુબજ અગત્યનું બની રહે છે. આવા સંજોગોમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલ જળ વ્યવસ્થાપનની વિવિધ તકનીકો દ્વારા ખેડૂતોમાં જાગૃતિ લાવવી ખુબજ જરૂરી હોય, કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. એ. આર. પાઠકસાહેબના માર્ગદર્શન હેઠળ જુનાગઢના આજુબાજુના તાલુકાઓ ભેસાણ, જેતપુર, બીલખા, મેંદરડા વિગેરેના ત્રણ-ત્રણ ગામડાઓના ક્લસ્ટર બનાવી પ્રગતિશીલ ખેડૂતોને સમયાંતરે ખેડૂતોના અનુકુળ સમયે જળ વ્યવસ્થાપનની વિવિધ ટેકનોલોજી વિષે માહિતગાર કરી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી ઓછા પાણીએ વધુ પાક ઉત્પાદન મેળવવા બાબતેનું જ્ઞાન પીરસવાનું આયોજન આ સેન્ટર દ્વારા કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.૧૯/૦૨/૨૦૧૯ના રોજ ભેસાણ તાલુકાના બલિયાવડ ગામે જળ વ્યવસ્થાપન જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ૪૫ જેટલા પ્રગતિશીલ ખેડૂતોએ ભાગ લીધેલ. આ શિબિરમાં કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડૉ. એચ. ડી. રાંક અને ડૉ. જી. વી. પ્રજાપતિ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ.

1_001
1_002
1_003
1/3 
start stop bwd fwd
   

 

Advertisements