“આધુનિક રીતે દવાઓનું સંશોધન અને બાયોમેડીકલ વિજ્ઞાનમાં વેટરનરી ડોકટરોનો ફાળો” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ તેમજ તાલીમ કાર્યક્રમ યોજાયો.
પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનીવર્સીટી, જૂનાગઢ ખાતે વર્લ્ડ બેન્કના સહકારથી ચાલતી ઇન્સ્ટીટયુશનલ ડેવલોપમેન્ટ પ્લાન યોજના અંતર્ગત તા: ૦૪/૦૧/૨૦૧૯ ના રોજ “આધુનિક રીતે દવાઓનું સંશોધન અને બાયોમેડીકલ વિજ્ઞાનમાં વેટરનરી ડોકટરોનો ફાળો” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ તેમજ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ પરિસંવાદમાં ફાર્મા કંપનીઓમાં દવાઓના સંશોધન કાર્ય સાથે સંકળાયેલ વૈજ્ઞાનિકો જેવા કે ડો. સતીષ ડી. પટેલ (સીનીયર સાયન્ટીસ્ટ, ઝાયડસ રીસર્ચ સેન્ટર, અમદાવાદ), ડો. કે. બી. પટેલ (ચીફ વેટરનરી ઓફિસર, ઇન્સ્ટીટયુટ ઓફ લીવર અને બીલીયરી સાયન્સ, ન્યુ દિલ્હી), ડો. દીપક બારોટ (પ્રેસિડેન્ટ & સી.ઈ.ઓ., પ્રેરણા બાયો સાયન્સ ઇનોવેસન્સ, ગાંધીનગર) વિગેરેએ, આવનારા સમયમાં રોબોટીક્સ તેમજ આધુનિક સાધનોના ઉપયોગથી નવી દવાઓના સંશોધન કાર્યને વેગ મળે અને માનવી તથા પશુ સ્વાસ્થ્ય/સુખાકારી માં વધારો થાય તેવા વિષયો પર યુનીવર્સીટીના પ્રાધ્યાપકો/વૈજ્ઞાનિકો અને વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓ સાથે વિચાર-વિમર્શ કરી તલસ્પર્શી માર્ગદર્શન આપેલ હતું. આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનીવર્સીટીના માનનીય કુલપતિશ્રી- ડો. એ. આર. પાઠકસાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ કૃષિ અને પશુપાલનમાં ઓટોમેસન અને કૃત્રિમ ઈન્ટેલીજન્સથી પ્રગતિ કેવી રીતે કરી શકાય તે સમજાવ્યું હતું. વેટરનરી કોલેજના ડીનશ્રી- ડો. પી.એચ. ટાંક, અને સેમીનારના આયોજક મંત્રી ડો. યુ.ડી. પટેલ વિગેરેએ ઉપસ્થિત રહી સચોટ માર્ગદર્શન આપેલ હતું.